સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-80

(52)
  • 4.1k
  • 3
  • 2.6k

સાવીનાં ચિત્કારથી એનાં ભાંગી પડેલાં જીવે પ્રાર્થના કરી અને એનાં ગુરુની આકૃતિ સામે આવી નાનકીને એમણે બચાવી લીધી હતી. સાવી વિચારવા લાગી કે એ નીચ વિધર્મી તાંત્રિક હજી અમારી, પાછળ છે ? મારાં ગુરુ પણ.. પાત્રતા ગુમાવીને ગતિ કરી ગયાં.. હું કોને શરણે જઊ ? મારાં ગુરુનાં ગુરુને યાદ કરુ એમનાં આશિષ મળે તો હું મારા જીવને ગતિ અપાવી શકું.. સોહમનો સંપર્ક કરી શકું.. એનાં મનમાં પ્રશ્ન થયો કે ગુરુએ ઉધારનું શરીર અજમાવ્યુ છે મારો પ્રેતાત્મા એમાં દાખલ થઇને ઉધારનું જીવન જીવી રહ્યું છે. એણે નાનકીને ખોળામાં લીધી.. એનાં માથે હાથ ફેરવ્યો..” નાનકી.. મારી તન્વી મારી બહેનાં ઉઠ... જો હું