સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-79

(51)
  • 4.3k
  • 4
  • 2.8k

આસામની પુણ્યભૂમિ માઁ કામાક્ષી.... કામાખ્યામાંની કામરુ ભૂમિ ભગવાન બટુક ભૈરવ કાળભૈરવને ભજતાં અઘોરીઓ માઁને મનાવી કરગરી સિદ્ધિ મેળવતાં યોગીઓ... વિશાળ અને ઊંચા પહાડ ઉપર ચારેબાજુ ઘનઘોર વનસ્પતિનાં ઝૂંડ.. લહેરાતો શીતળ પવન, સાવ હાથવેંત લાગતું તારા અને નક્ષત્રોથી ભરેલું આકર્ષક આકાશ ખળ ખળ વહેતાં બ્રહ્મપુત્રાનાં નીર.. ચારેબાજુથી નાનાં મોટાં ઝરણાંઓ ઝડપથી માં બ્રહ્મપુત્રામાં વિલય થવાં વહેતાં હતાં. વિશાળ પર્વતની ભૂમિ ઉપર રાત્રી પસાર થઇ રહી છે રાત્રીનો અંતિમ પ્રહર અને બ્રહ્મમૂહૂર્ત થવાની તૈયારી રાત્રીનો અંત પ્રહર અને બ્રહ્મમૂહૂર્ત થવાની તૈયારી.. સિધ્ધ પ્રસિધ્ધ અઘોરી આદેશગીરી ધ્યાનમાં બેઠાં છે માઁ કામાક્ષી કામાખ્યાનું ધ્યાન ધરી રહ્યાં છે. ભૈરવને આંખ સામે ધ્યાનમાં પરોવી સ્તવન કરી