ભક્તિ કાવ્ય સંગ્રહ

  • 3.8k
  • 1.3k

ભક્તિ કાવ્ય સંગ્રહ(૧)'હરિ દર્શનની આશ'હરિ દર્શનની આશ મારીમન પણ મુંજાય છેમનમાં ચિંતા દુનિયા ભરનીમોહ છૂટતો ના જાય છેરૂપિયા પૈસા માટે મહેનત કરતોઅંતે તો મને સમજાય છેઅંતે આવ્યો પ્રભુ શરણે હરિ દર્શનની આશ છેછોડી દીધી મેં ટીકા ટિપ્પણીહવે તો હરિનો મારગ થાય છેછતાં પણ સ્વભાવ જ એવોમોહ માયામાં ડૂબી જાય છે મન પરોવ્યું હરિ સ્મરણમાંહજુ કંઈક ખૂટતું જાય છેહું મૂર્ખ કંઈ ના સમજ્યોમારગ મને ના દેખાય છે અંતે આવ્યો પ્રભુ શરણે હરિ દર્શનની આશ છેઆવી મનોદશા ફક્ત મારી!એવું હવે સમજાય છેમંદિર, મસ્જિદ, ગુરુદ્વારામાંભીડ ઉમટી જાય છેજનમેદની પ્રાર્થના કરતીછતાં નાસમજ બનતા જાય છેઅંતે પ્રાર્થના હ્રદય ભાવથીઈશ્વર મહેસૂસ થાય છે અંતે શરણે આવ્યો