વસુધા - વસુમાં - પ્રકરણ-107

(40)
  • 2.8k
  • 2
  • 1.6k

વસુધા ભાનુબહેનનાં ટોણાને કારણે એનાં પિયરીયા ગામ જતી રહી જાણીને સરલાને આઘાત લાગ્યો. એણે કહ્યું “માં મને દીકરો આવ્યો છે એનો હું આનંદ લૂટૂં એ પહેલાંજ તે આવા સમાચાર મને આપી દુઃખી કરી નાંખી.. વસુધા વિના મને ચેન નહી પડે.” પછી ભાવેશ સામે જોઇને કહ્યું "ભાવેશ મારી તબીયત સારીજ છે ડોક્ટર રજા આપે તો આપણે પણ દીકરાને લઇને સિધ્ધપુર જતા રહીએ. મારું મન અહીં નહી લાગે.” ભાનુબહેને સાંભળીને કહ્યું "તારી બુધ્ધી ભ્રષ્ટ થઇ ગઇ છે ? કેટલાય સમયે દીકરાનું સુખ મળ્યું છે ને તું પારકી જણી માટે ઘર મૂકી સિધ્ધપુર જવાની વાત કરે છે ? તારાં માવતર નથી અમે ?