વસુધાએ માંની વાત સાંભળી એ એમની સામે જોયાં કરતી હતી. એણે કહ્યું “માં મને ખબર છે તને ખરાબ લાગ્યું છે.. મને પણ આ વખતે સહન નથી થયું વારંવાર મારી સાસુ મારાં માટે બોલી જાય એનો અર્થ હું શું કાઢું ? એમને અંદરથી મારાં પર વિશ્વાસ નહીં હોય ? સન્માન નહીં હોય ? એમને એટલી ખબર નથી પડતી કે એમનેય દીકરી છે.” “સાચું કહું માં સરલાબેનનો એમાં શું વાંક ? એતો કાયમ મનેજ સાથ આપે છે મારે એમની લાગણીનો વિચાર કરવાનો હતો એટલેજ હું દવાખાને એમની સાથે ગઇ.. છેવટે મારું ઘર તો એજ છે ને ? દિકરી તો પારકી થાપણ..” એમ