ખોફ - 3

(35)
  • 3.8k
  • 2
  • 2.6k

3 કબાટમાંના અરીસામાં પચીસ વરસ પહેલાં ગૂમ થયેલી મંજરીની લાશ દેખાતાં જ આરસીએ ડરીને પોતાના બન્ને હાથ વચ્ચે ચહેરો છુપાવી દીધો હતો, અને એ સાથે જ મંજરીની લાશ આરસીની એકદમ નજીક આવીને ઊભી રહી ગઈ હતી. અત્યારે બંધ આંખે બેઠેલી આરસી થર-થર કાંપી રહી હતી. મંજરીની લાશ બે પળ આરસી સામે તાકી રહી અને ત્રીજી પળે તો પાછી અદૃશ્ય થઈ ગઈ. બીજી પળ-બે પળ પછી આરસીએ ભગવાનનું નામ લેતાં પોતાના ચહેરા આગળથી હાથ ખસેડયા અને સામેના કબાટના દરવાજા પાછળના અરીસા સામે જોયું. તેને મંજરીની લાશ દેખાઈ નહિ, પણ ત્યાં જ તેના કાને ધમ્‌ એવો અવાજ પડયો. તેના મોઢેથી પાછી ચીસ