ખોફ - 2

(30)
  • 4.4k
  • 2
  • 2.9k

2 સવારના સવા સાત વાગ્યા હતા. ગઈકાલ અડધી રાતના પોતાની મોટી બહેન આરસી અને એની બેનપણીઓ પાયલ અને વૈભવી ભેદી રીતના ગાયબ થઈ ચૂકી છે, એ ભયાનક હકીકતથી બેખબર નીલ આરસીના બેડરૂમના દરવાજે પહોંચીને ઊભો રહ્યો. ‘ઠક-ઠક !’ દરવાજે ટકોરા મારતાં નીલે બૂમ  પાડી : ‘આરસી ! શું તમે લોકો જાગી ગયાંં ? ! ચાલો, મમ્મી તમને નાસ્તા માટે બોલાવી રહી છે !’ અંદરથી કોઈ જવાબ સંભળાયો નહિ, એટલે ‘હું અંદર આવું છું !’ કહેતાં નીલ દરવાજો ધકેલીને બેડરૂમમાં દાખલ થયો. તેની નજર પલંગ પર પડી. પલંગ પર આરસી કે એની કોઈ બેનપણી નહોતી. નીલે બાથરૂમ તરફ જોયું. બાથરૂમના બંધ