એ ચાર કલાકથી ટ્રેનમાં હતો. એ મુસાફરી એના માટે કંટાળા જનક ન હતી કેમકે એણે જીવનનો મોટાભાગનો સમય આવી મુસાફરી અને દોડધામમાં જ વિતાવતો હતો. પણ આજે એના ચહેરા પર જરાક અલગ ભાવ હતા. કદાચ એ કંટાળા કે ઉતાવળના ભાવ હતા. એનો ચહેરો આઈ એમ ઇન હરી એટીટ્યુડ બતાવતો હતો. જમ્મુમાં એક ખાસ મિશન પર ગયેલા એજન્ટ મલિકને તાત્કાલિક ચંડીગઢ બોલાવવામાં આવ્યો હતો. કદાચ સામાન્ય સંજોગોમાં એને એમ તાત્કાલિક બોલાવવામાં આવ્યો હોત તો એને નવાઈ ન લાગી હોત પણ એ સમયે સંજોગો જરા અલગ હતા. છેલ્લા એક વરસથી એ જમ્મુની