છોટી ઉમર. ઉંચી સોચ

  • 3.3k
  • 1.2k

હું ઘણો ખુશ અને ઉત્સાહિત હતો.માથેરાનના રમણીય અને કુદરતી વાતાવરણે મને ઘણો જ આનંદિત કરી દીધો હતો.પહેલી જ વાર કુદરતના સાનિધ્યને જાણે મે માણ્યું હતુ. કુદરતની એ હરિયાળી ગોદમા અનેરુ વાત્સલ્ય હતુ.ઘોડા પર બેસીને ત્યાંના બધા તો નહી પણ.અડધા પોઇન્ટ જોયા. જીવનમાં પહેલી જ વાર ઘોડે સવારી કરી.ખરેખર ખૂબ મજા આવી પૈસા ખર્ચ્યા પણ વસૂલ થયા એવું લાગ્યુ. વરસોવા ઘરે આવ્યો અને મારા એક મિત્ર જે આજે તો હયાત નથી.પણ એના પુત્ર સલીમ સાથે પણ મારા રિલેશન મિત્રના ગયા પછી પણ અકબંધ છે.એની સાથે મેં માથેરાન પ્રવાસનો અનુભવ અને આનંદ શેર કર્યા. એ પણ સાંભળીને ખુશ થયો. "સારુ થયુ અંકલ