ફિલ્મ રીવ્યૂ : Everything Everywhere All at Onceશું વધું મહત્વનું? એકલ જીત કે સહસફર?શું વધું તર્કબધ્ધ? તીવ્ર ચિંતા કે નિજાનંદી બેફિકરાઇ?શું વધું સ્વીકાર્ય? ભાગ્ય ઘડવાની મથામણ કે ભાગ્યમાં આવે તેની સજાવટ?જીવન અવઢવોથી ભરેલું હોય છે? કે લાગણીઓની તીવ્રતાનું વમળ જીવન વલોવતું હોય છે?સૌના જવાબ અલગ હોઈ શકે પણ ફિલ્મમાં રજૂ થયેલ સંદેશ સ્પષ્ટ છે. સરળ અને સહજ જણાતી ફિલોસોફી જેવો સંદેશ એટલો બધો જટિલ રીતે રજૂ થયો છે કે ધીરજ ન રાખો તો સંદેશ સુધી ફિલ્મ જોઈ નહીં શકો. આ ફિલ્મ જરા ટેઢી ખીર છે. અહીં ફિલ્મ તમારા દિમાગનું દહીં પણ કરશે અને પછી દહીંની લસ્સી અને પછી છાશ પણ