પ્રારંભ - 35

(70)
  • 4.8k
  • 4
  • 3.3k

પ્રારંભ પ્રકરણ 35જાનકીના ઘરે ભાવિ જમાઈ તરીકે કેતનનું દેસાઈ સાહેબ અને કિર્તીબેને ખૂબ જ ભાવભીનું સ્વાગત કર્યું.જાનકીનો કોલેજનો અભ્યાસ પૂરો થઈ ગયા પછી દેસાઈ સાહેબે સુરત છોડી દીધું હતું અને મુંબઈ માટુંગામાં સેટ થયા હતા. કેતન જાનકીના આ માટુંગાના ઘરે આટલાં વર્ષોમાં પહેલીવાર જ આવ્યો હતો. જાનકી અને કેતન સુરત કોલેજમાં હતાં ત્યારથી જ એકબીજા સાથે રિલેશનશિપમાં હતાં અને કેતનના પરિવારને પણ જાનકી પસંદ હતી. ભાવિ વહુ તરીકે પણ એમણે જાનકીને સ્વીકારી લીધી હતી.કેતન બે વર્ષ અમેરિકા ગયો ત્યારે પણ જાનકીએ પ્રમાણિકપણે આ સંબંધને નિભાવી રાખ્યો હતો અને ગમે એટલી વાતો આવતી હતી તો પણ જાનકી બીજો કોઈ છોકરો જોવા