પ્રારંભ - 33

(68)
  • 4.9k
  • 5
  • 3.4k

પ્રારંભ પ્રકરણ 33કેતને કોઈ આનાકાની કરી નહીં અને રુચિએ લંબાવેલા હાથ સાથે પોતાનો હાથ મિલાવી ફ્રેન્ડશીપનો સ્વીકાર કર્યો. રુચિ એને સ્ટ્રેઇટફોરવર્ડ પ્રમાણિક અને પ્રોફેશનલ છોકરી લાગી. એનાથી ડરવાનું બીજું કોઈ કારણ ન હતું. "તમારી વાત સાચી છે. તમારી ઓફર પણ સારી છે પરંતુ મને વિચારવા માટે સમય જોઈશે. મારે એ જગ્યા ઉપર એક રાઉન્ડ પણ લગાવવો પડશે. મને વધુમાં વધુ એક બે મહિનાનો ટાઈમ પણ જોઈશે. એ પછી જ હું કામ શરૂ કરી શકીશ. હું અત્યારે જામનગર છું અને ત્યાં મારી પ્રવૃત્તિ છોડીને પછી જ હું અહીં મુંબઈ આવીને તમારું કામ હાથમાં લઈ શકું. " કેતને પોતાના તરફથી સ્પષ્ટતા કરી.