ધ સ્કોર્પિયન - પ્રકરણ-97

(62)
  • 3.8k
  • 4
  • 2.3k

દેવમાલિકા દેવને પોતાનાં ભૂતકાળની વાત કરી રહી હતી એણે કહ્યું “હું 15 આસપાસની હોઇશ મારું વર્ષ પુરુ થયુ હતું હોસ્ટેલથી ઘરે આવી રહી હતી કલીંગપોંગથી આપણી એસ્ટેટ સુધી આવવાનું.. વચ્ચે ઘનધોર જંગલ આવે. બધાં રસ્તા પહાડોમાંથી નીકળતા-ક્યારેક ચઢાણ ક્યારેક ઢાળ ઉતરતાં રસ્તા. મને આવાં રસ્તાં ખૂબ ગમતાં. કલીંગપોંગથી અમે બપોરે ઘરે આવવા નીકળી ચૂક્યાં હતાં. ત્યાંથી ઘરે આવતાં લગભગ 4-5 કલાક નીકળી જતાં બધાં ઢોળાવવાળા રસ્તાં...”. દેવે વચ્ચેજ પૂછ્યું "પણ તું આમ હોસ્ટેલથી પાછી આવી રહી હતી તને હોસ્ટેલે લેવા કોણ આવેલું ? કોની સાથે આવી રહેલી ? તારાં પાપ મંમી સાથે નહોતાં ?” દેવીએ કહ્યું “દેવ પાપા મંમી હું