સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-78

(54)
  • 4.3k
  • 4
  • 2.7k

સોહમ ઘડો હાથમાં રાખીને બેઠો હતો.. ઘડામાં હવે કોઇ સ્પંદન નહોતાં જે એણે પહેલાં અનુભવેલાં. એણે ઘડો પાછો કબાટમાં મૂક્યો. એનાં ખાનામાં સાચવીને છૂપાઇને મૂકેલો સાવીનો કાગળ હાથમાં લીધો એમાં લખેલું વાંચવા... પણ અત્યારે એ કાગળ પણ કોરો હતો.. સોહમને સમજાઇ નહોતું રહ્યું આ બધું શું થઇ રહ્યું છે અગમ્ય અગોચર કોઇ શક્તિ કંઇક કામ કરી રહી છે એનો એને પાકો એહસાસ હતો. કાગળમાં એણે જે પહેલાં વાંચેલુ એ બધું યાદ કરવા લાગ્યો. નવાઇની વાત એ છે કે એને કશું યાદ પણ નહોતું આવી રહ્યું બધુ ધુંધળું ધુંધળુ. પણ યાદ કરવા લાગ્યો પણ નિષ્ફળતા મળી. ત્યાં એનો મોબાઇલ વાઇબ્રેટ થયો