શિક્ષણ એ જ પારસમણિ

  • 2.6k
  • 1k

સંસ્કૃતમાં `શિક્ષા’ ધાતુ ઉપરથી શિક્ષણ શબ્દ આવ્યો છે. જેનો અર્થ શીખવું, ભણવું, એવો થાય છે. હિન્દીમાં શિક્ષણ અને `શિક્ષા’ એવા બે શબ્દોનો ઉપયોગ થાય છે.ગુજરાતી કોશમાં શિક્ષણનો અર્થ કેળવણી ,ભણતર,અધ્યયન- અધ્યાપન વગેરે વગેરે થાય છે.ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી ઋષિમુનિઓના આશ્રમમાં જઈ કેળવણી લેવાની પ્રથા હતી. ભૂતકાળમાં તક્ષશિલા ,નાલંદા જેવી વિશ્વ વિદ્યાલય પણ હતા.આજે શિક્ષણએ બાળકોને શાળાઓમાં આપવામાં આવતા અક્ષર જ્ઞાનને કેળવણી માની લેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો નિશ્ચિત અભ્યાસક્રમ એક નિશ્ચિત સમય સુધી અને નિશ્ચિત પદ્ધતિથી નિશ્ચિત પ્રકારે આપવામાં આવે તે શિક્ષણ .શિક્ષણ માતાના ગર્ભથી મૃત્યુ પ્રયન્ત ચાલનારી સતત આજીવનની પ્રક્રિયા છે. બાળક જન્મથી મૃત્યુ પ્રયન્ત કઈક નવું નવું