પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી

  • 4k
  • 1
  • 1.3k

એક હતો પોપટ. પોપટ બહુ જ ભલો ને ડાહ્યો હતો. એક દિવસ પોપટને એની મા કહે - ભાઈ, કમાવા જા ને! પોપટ તો ‘ઠીક’ કહી કમાવા ચાલ્યો. ચાલતાં ચાલતાં ખૂબ દૂર ગયો ત્યાં એક મોટું સરોવર આવ્યું. સરોવરની પાળે એક મજાનો આંબો હતો. તેના ઉપર પોપટ બેઠો. આંબે કાચી અને પાકી ઘણી બધી કેરીઓ આવેલી. પોપટ કેરીઓ ખાય, આંબાડાળે હીંચકે ને ટહૂકા કરે. ત્યાંથી એક ગાયોનો ગોવાળ નીકળ્યો. પોપટ ગાયોના ગોવાળને કહે - એ ભાઈ, ગાયોના ગોવાળ, ગાયોના ગોવાળ! મારી માને એટલું કહેજે પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ આંબાની ડાળ પોપટ સરોવરની પાળ પોપટ કાચી કેરી ખાય પોપટ