હું સવારે વહેલા જાગી ખેતરે ફરવા નીકળ્યો. શિયાળો જામ્યો ન હતો જેથી ઠંડી હજુ ગુલાબી હતી અને મારા ગામને જાણે કુદરતી બક્ષિશ હતી ચારે બાજુ હરિયાળા ડુંગરો અને આ વખતે તો વરસાદ પણ સારો થયો હતો તો વનરાજી પણ એની ચરમસીમા પર હતી. ડુંગરોમાંથી મોર અને પક્ષીઓને પણ જાણે સવાર સવારમાં પરોઢિયા ગાવા બેઠા હોય એવા વાતાવરણનું સર્જન થયું હતું. ખેતરમાં વાવેલા ઘઉં પણ જાણે મારી જેમજ આ પળની મજા લેતા હોય એવું લાગી રહ્યું હતુ. હું સોમ થી શુક્ર નોકરીની ભાગ દોડ મુકીને શની અને રવીવારે ગામમાં આવીને આ આનંદ માનવાનો મજા જ કઈ અલગ છે જાણે એ કૃત્રિમ