ડાયરી - સીઝન ૨ - માસ્ટર આન્સર કી

  • 2.3k
  • 950

શીર્ષક : માસ્ટર આન્સર કી ©લેખક : કમલેશ જોષીજિંદગીના છેલ્લા પડાવો પાર કરી રહેલા એક વડીલને હમણાં હું મળવા ગયો. એ બહુ ચિંતનશીલ હતા. એમની પાસેથી અમને ઘણું શીખવા મળ્યું હતું. થોડી ઔપચારિક વાતો કરી એ ચૂપ થઈ ગયા. હું સમજી ગયો તેઓ કશુંક વિચારી રહ્યા છે, કશુંક ગોઠવી રહ્યા છે, કંઈક ઇમ્પોર્ટન્ટ ગડમથલ એમના મનમાં ચાલી રહી છે. બે પાંચ મિનિટના મૌન પછી મેં પૂછ્યું, "શું વિચારમાં પડી ગયા દાદાજી?" એમણે કહ્યું, "કંઈ નહિ." અને પછી સહેજ ખોંખારો ખાઈને કહ્યું, "તને શું લાગે છે? મારું રિઝલ્ટ શું આવશે?" એમણે મારી સામે જોયું. હું સમજ્યો નહિ. રિઝલ્ટ? રિઝલ્ટ તો કોઈ