કસક - 15

(11)
  • 2.6k
  • 1.6k

બુધવારે સાંજે આરોહી અને કવન બંને ત્રણ અઠવાડિયા બાદ મળી રહ્યા હતા.કવન બે વાતથી ખુશ હતો એકતો તે આરોહીને આજે આટલા દિવસો બાદ મળી રહ્યો હતો અને બીજી કે વિશ્વાસ આજે કાવ્યા ની સામે પોતાના પ્રેમનો ઇઝહાર કરવાનો હતો. વિશ્વાસે તેનો જન્મ દિવસ સાદી રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું.તેથી તેણે તેના એક દોસ્તના કેફમાં નાનું એવું આયોજન કર્યું હતું અને જેમાં તેણે ઘણા નજીકના મિત્રો ને આમંત્રણ આપ્યું હતું.જેમકે તેના કોલેજ ના મિત્રો અને કવન અને આરોહી શિવાય બીજા ત્રણ એક સ્કૂલના મિત્રો. જે કવન અને આરોહીની પણ સાથે ભણતા હોવાથી ઓળખતા હતા.વિશ્વાસ ના માતા પિતા એ જાણી જોઈને પાર્ટીમાં