કસક - 14

  • 2.6k
  • 1.6k

એવી વ્યકિતને પ્રેમ કરવું કદાચ સહેલું છે જે બીજાને પ્રેમ કરતું હોય પણ તેવી વ્યકિત ને પ્રેમ કરવું બહુ અઘરું છે જે પ્રેમ સમજતું જ નહોય.કવન તે પરિસ્થિતિમાં હતો જ્યાંથી તેની આગળ રહેલો દરિયો ખૂબ રમણીય લાગતો હતો.પણ ના તો તે તેમાં છલાંગ લગાવીને સ્નાન કરી શકે ના તો તેનું પાણી પીને તરસ છીપાવી શકે.કવન માટે આરોહીનો પ્રેમ દરિયા જેવોજ હતો દેખાવ માં ખૂબ સુંદર પણ જેને માત્ર નિહાળી શકાય. માણસ ના જીવનમાં આંખ ભગવાને આપેલી એક સુંદર ભેટ છે જેનાથી આપણે દુનિયા નિહાળી શકીએ છીએ.પણ ક્યારેક કેટલીક વસ્તુઓ માનવીને આંખમાં કાંટા ની જેમ વાગવા લાગે છે. અઠવાડિયું કવન માટે