શમણાંની શોધમાં - પ્રકરણ 1

(110)
  • 8.2k
  • 7
  • 5.4k

          રેડ ઈલેન્ટ્રા એક વિશાળ બિલ્ડીંગના ગેટથી થોડેક દૂર ઊભી રહી. ડ્રાઇવર નીચે ઉતરી દરવાજો ખોલે એ પહેલા કારનો દરવાજો ખુલ્યો અને એમાંથી પચ્ચીસ છવ્વીસ વર્ષની એક સુંદર યુવતીએ ડામરના રોડ પર પગ મુક્યો. એનું પાતળું શરીર લેધર જેકેટ અને પેન્સિલ નેરો જીન્સમાં મોહક લાગતું હતું. એ યુવતી ઉતાવળમાં હતી. એ કારમાંથી ઉતરીને ડ્રાઇવરને કોઈ સુચના આપ્યા વિના રસ્તો ઓળંગવા લાગી.           ડ્રાઇવર ટ્રાફિકમાં આમતેમ નજર કરતો હતો. એ જોતા એ કાર પાર્ક કરવા ન માંગતો હોય એવું લાગતું હતું. એનું કામ મહેમાનોને પહોચાડવાનું અને છોડવાનું હતું. યુવતીને ઉતાવળ હતી પણ ડ્રાઇવરને