ધ સ્કોર્પિયન - પ્રકરણ-94

(61)
  • 3.5k
  • 3
  • 2.3k

દેવ અને દેવમાલિકા હિમાલયની પહાડોની ગોદમાં નિર્માણ પામેલા પવિત્ર મઠ જવા નીકળી ગયાં. અહીં આકાંક્ષા ઉત્તેજીત હતી કે આર્યને એનાં પાપાને કહીને માંગુ પણ નંખાવી દીધુ. એણે મારી સામે જોયાં કરેલું... મને મીઠી નજરથી તાકી રહેલો. આવું તો ઘણાં કરતાં હોય છે પણ આર્યન... સાચુ કહું મારાં મન.. મને પણ આર્યન પહેલી નજરે પસંદ પડી ગયેલો... પણ આમ અચાનક આટલું જલ્દી બધું ગોઠવાઇ જશે ખબર નહોતી.... આકાંક્ષાને વિચારમાં પડેલી જોઇ એની માં અવંતિકા રોયે કહ્યું “આકુ બેટા શું વિચારમાં પડી ગઇ ? બધુ આટલું જલ્દી ગોઠવાઇ જશે મને ખબર નહોતી હું તો આશ્ચર્ય સાથે આનંદનાં આધાતમાં છું” આકાંક્ષાએ કહ્યું “માં