તારું જિંદગીમાં આવવું નિશંકપણે એક સુંદર સંયોગ પણ….

  • 4.8k
  • 1
  • 1.6k

પ્રિય..લખતાં તો કરી દીધું પણ મને ખબર નથી પડતી કે હવે આવું સંબોધન મેં કેમ કર્યું ? એમાં નવાઈનું કારણ તો એટલું જ કે જયારે છેલ્લીવાર મળ્યાં ત્યારે પણ ગેરસમજ , નાદાનિયત અને એક ખોટાં અહમના ટુકડાં ક્યાં ઓગળ્યાં જ હતાં ? સારી રીતે છૂટાં તો પડ્યા હતા પણ મનમાં કોઈક ચૂભન સાથે. તને યાદ હોય તો આપણે જયારે પણ મળીને છૂટાં પડતાં ત્યારે છેલ્લે એકવાર પાછળ ફરીને એકમેકને જોવાનું ન ભૂલતાં. તું ક્યાંકથી એવું જાણી લાવેલો કે મનગમતી વ્યક્તિને કે સ્થળને ફરી મળવાનો યોગ બનાવવો હોય તો ત્યારે બને જયારે એમની પર મનભરીને છેલ્લી નજર નાખી લેવાય !!પછી એ