અવસાદિની - 1

(12)
  • 3.8k
  • 1.8k

મઝાનાં ગુલાબી રંગે રંગેલા ઝરૂખામાં, સીસમનાં લાકડાની બારીક કોતરણીવાળી, રજવાડી દેખાવ ધરાવતી અને પોચી ગાદી મઢેલી આરામખુરશીમાં આથમતા ફાગણની સમીસાંજે મધુમાલતી બેઠી હતી. તેની આંખો ક્ષિતિજની પેલે પાર ડૂબી રહેલા સૂર્યનું સરનામું શોધતી હોય એમ ખોવાયેલી હતી. તેનાં સહેજે રૂપાળાં ચહેરા ઉપર ચિંતનની રેખાઓ તેની વયને ઓર વધારી દેતી હતી. પશ્ચિમથી વહી રહેલો પવન તેનાં કેશકલાપને અને સાડીનાં છેડાને અસ્તવ્યસ્ત કરી રહ્યો હતો. ઝરૂખામાં લગાડેલી ત્રણેય વિન્ડચાઇમ પૂરાં જોશથી રણકાર કરી રહી હતી પણ મધુમાલતીનાં કાન તો કાંઈ બીજું જ સાંભળવા તલપાપડ હતાં. મધુમાલતીનાં કાનનાં હીરે મઢેલાં સોનાનાં મોટાં કર્ણફૂલ, તેની સાથે જોડાયેલી ચાર - ચાર હાર ધરાવતી ઘૂઘરિયાળી કાનસેર,