અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૧૮)

(14)
  • 2.6k
  • 1.9k

ગતાંકથી.... દિવાકરે કહ્યું : "એ તો હું દિવાકર,બારણું ખોલવાની જરૂર નથી .બસ તમે ઠીક છો ને?એ જ જોવા માટે આવ્યો હતો.સોનાક્ષી કંઈ બોલે એ પહેલાં જ કોઈ ના આવવાનો અણસાર આવતા જ દિવાકર પોતાના રૂમ તરફ ઉતાવળે પગલે ચાલ્યો ગયો. હવે આગળ..... પોતાના રૂમ સુધી પહોંચે એ પહેલા જ કોઈનો પગરવ સંભળાતા તે ફરી પાછા પગલે સોનાક્ષીના રૂમ તરફ પાછો વળ્યો. ફરી બારણું ખખડાવતા સોનાક્ષી સમજી ગઈ કે આ દિવાકર જ છે.તેણે કહ્યું : "કોણ? ભાઈ તમે ?, કંઈ સાંભળ્યું કે ?" "શું " "થોડીવાર પહેલા આપણા ગાર્ડનમાં કોઈ કાર આવી છે ! એમાં કોણ આવ્યું ?" આ સમાચાર સાંભળીને