ફ્રી પિરિયડ હવે નહીં ભરાય..

  • 2.2k
  • 832

એલિવેટર ધીમે ધીમે ઉપર જતું હતું અને યુગના ચહેરા ઉપર ઉત્સાહ બેવડાતો હતો. એલિવેટર જેવું પંદરમા માળે આવ્યું કે, યુગ ઉત્સાહ સાથે બહાર નીકળી ગયો. સિંધુભવન રોડ ઉપર થોડા સમય પહેલાં જ બનેલા ડુપ્લેક્સ હાઈરાઈઝમાં યુગે છ મહિના પહેલાં જ એપોર્ટમેન્ટ લીધો હતો. પોતાના પિતાના કોલસાની ખાણોની કાળી કમાણીના નાણા જ તેણે આ ચકાચોંધ ધરાવતા એપાર્ટમેન્ટમાં રોક્યા હતા. યુગ આમ તો નામમાં અને કામમાં કંઈ ખાસ હતું નહીં છતાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં દસ જેટલા શિક્ષણ સંકુલનો એકમાત્ર ટ્રસ્ટી અને ગુજરાતની એક જાણીતી સ્કૂલનો પ્રિન્સિપાલ. યુગ પ્રબોધરાય તેવટિયા. કેન્દ્ર સરકારમાં દસ વર્ષ સુધી ખાણ અને ખનીજ મંત્રી તથા પાંચ વર્ષ કોલસા