રેટ્રો ની મેટ્રો - 11

  • 2.4k
  • 960

રેટ્રોની મેટ્રોમાં આપણે સફર કરી રહ્યા છીએ city of joy કોલકત્તાની. કોલકત્તા આવીએ અને મહાન કલાકાર ઉત્તમ કુમાર ને યાદ ન કરીએ તો આપણે રેટ્રો ભક્તો શાના?કોલકાતામાં આવેલ ઉત્તમ મંચ થિયેટર, કાલીગંજ ચોક પર મુકાયેલું વિશાળ કદનું સ્ટેચ્યુ ઉપરાંત 2009માં ટોલીગંજ મેટ્રો સ્ટેશન ને મહાનાયક ઉત્તમ કુમાર મેટ્રો સ્ટેશન નામ આપીને આ મહાન કલાકારને કોલકાતા એ અમર બનાવી દીધા.બંગાળી ફિલ્મોના મહાનાયક ઉત્તમ કુમારે ખૂબ સુંદર હિન્દી ફિલ્મો પણ કરી છે. નખશિખ કલાકાર ઉત્તમ કુમાર ની ઈચ્છા હતી કે અભિનય કરતાં કરતાં જ તેઓ અંતિમ શ્વાસ લે અને થયું પણ એવું જ એક બંગાળી ફિલ્મના શૂટિંગ દરમિયાન હૃદય બંધ પડી જતાં