પ્રેમ - નફરત - ૭૧

(23)
  • 3.7k
  • 3
  • 2.4k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૭૧ રચના બહાનું બનાવીને આજે આરવ પહેલાં ઘરેથી નીકળી ગઇ હતી. એ માના બંગલા પર પહોંચી ગઇ હતી. એમની પાસેથી પિતાની પૂરેપૂરી વાત સાંભળવાની બાકી હતી. એ પોતાના મનમાં પિતા સાથે થયેલા વર્તનનો બદલો લેવાનું ઘૂંટી રહી હતી. એ પિતાની વાતો સાંભળીને પોતાની જાતને વધારે મજબૂત બનાવવા માગતી હતી.રચના પહોંચી ત્યારે મીતાબેન પરવારીને એની રાહ જોતા હતા. રચનાએ મનોમન ખુશી વ્યક્ત કરી કે આરવ સામે માને કેન્સર હોવાની વાત ઊભી કરી અને સારું થઇ ગયું એવો અહેવાલ આપીને એ પ્રકરણ પૂરું કરીને પોતાનું કામ કાઢી લીધું હતું. માને પણ આ યોજનાનો કોઇ અણસાર આવવા