પ્રારંભ - 30

(68)
  • 4.6k
  • 5
  • 3.3k

પ્રારંભ પ્રકરણ 30કેતન અંધેરી વરસોવા રોડ ઉપર એના કોલેજ મિત્ર રવિ ભાટીયાને મળવા માટે ગયો હતો. રવિના પિતા પણ ડાયમંડ માર્કેટમાં જ હતા પરંતુ રવિએ હોટલની લાઈન પસંદ કરી હતી અને અંધેરીમાં પોતાની એક હોટલ પણ ઊભી કરી હતી. "હું સમજ્યો નહીં. તું કંઈક નવું કરવા માગે છે એટલે મારી પાસે આવ્યો છે એ વાત મને સમજાઈ નહીં." રવિ બોલ્યો."અરે પણ એમાં આટલો મૂંઝાઈ શું કામ ગયો છે ? હું તારી સલાહ લેવા આવ્યો છું. વર્ષોથી હું તને ઓળખું છું. તારી પાસે જાતજાતતા આઈડિયા હોય છે એ હું ક્યાં નથી જાણતો ? તું મને પણ એવી કોઈ લાઈન બતાવ કે