પ્રારંભ - 26

(51)
  • 4.6k
  • 4
  • 3.4k

પ્રારંભ પ્રકરણ 26ચેતન સ્વામી અદ્રશ્ય થઈ ગયા પછી કેતન પોતાના આસન ઉપરથી ઉભો થયો. મનોમન સ્વામીજીને ફરી પ્રણામ કર્યા અને પછી કુટિરમાંથી બહાર નીકળ્યો. એ જેવો બહાર નીકળીને દશેક ડગલા ચાલ્યો ત્યાં કુટિર અદ્રશ્ય થઈ ગઈ અને એ સ્થળ જંગલનો જ એક ભાગ બની ગયું ! કેતનને ખૂબ જ નવાઈ લાગી. એ ત્યાંથી ચાલતો ચાલતો ફરી ગંગા કિનારે આવી ગયો. સ્વામીજીને મળવા આવ્યો ત્યારે કેતન ટુવાલ તો પોતાની સાથે લાવેલો જ હતો. છેક ઋષિકેશ સુધી આવે અને ગંગા સ્નાન ન કરે એ તો ચાલે જ નહીં ! ગંગાના જે કાંઠે એણે ડૂબકી મારી હતી અને બેહોશ થઈ ગયો હતો એ