વસુધાએ પીતાંબરની માતા એની સાસુ ભાનુબહેનનાં આકરા વેણ સાંભળ્યા પછી બરાબરનો જવાબ આપીને શેરીમાં જવા નીકળી ગઇ. એનાં ગયાં પછી વસુધાની માતા પાર્વતીબેનથી સહેવાયું નહીં એમણે બરાબર જવાબ આપ્યા પછી સ્પષ્ટ કહી દીધું કે અમે બપોર પછી વસુ અને આકુનેલઇને અમારા ગામ જતા રહીશું. વસુ હવે અહીં નહીં રહે. ભાનુબહેનથી બોલતાં તો બોલાઇ ગયું... પણ પછી ભાન પડ્યું કે મારી જીભ ખોટી કચરાઇ ગઇ વસુધા અને વેવણ બંન્નેને ખરાબ લાગ્યુ છે તીર ભાથાથી છૂટી ગયું હવે પાછું લેવાય એમ નહોતું ત્યાં સરલાએ જોરથી ચીસ પાડી... “વસુ... વસુ...”. સરલાની ચીસ સાંભળી અત્યાર સુધી બધું સાંભળી રહેલાં દિવાળીફોઇ ઉભા થઇને સરલા પાસે