વસુધા - વસુમાં - પ્રકરણ-102

(42)
  • 3.1k
  • 2
  • 1.9k

વસુધા રાજલ ઘરે આવ્યાં ત્યારે વસુધાના પાપા-સસરા એમની રાહ જોઇનેજ બેઠેલાં. રાજલે બધી વાત કરવા કહી ત્યાં ઘરનાં બધાં આવી ગયાં. રાજલે ઇતિથી અંત સુધી બધીજ વાત કરી. બધાં સંતોષ સાથે થોડાં ડરી પણ ગયાં હતા. વડીલોમાં ખાસ ભાનુબહેન અને પાર્વતીબહેને ટોક્યાં.. આવું સાહસ એકલા પંડે કરાય ? ભાવેશે પણ એજ સૂરમાં સૂર પુરાવતાં કહ્યું “મને તો કહેવું જોઇએ હું સાથે આવતને એકલા બૈરાં ગયાં આતો જોખમજ લીધું કહેવાય.” વસુધાએ કહ્યું “મારે એને પાઠ ભણાવવો હતો. ભણાવી દીધો ગામની બીજી બહેન દીકરીઓને કોઇ પાશવી હવે હેરાન નહીં કરે એવો ખોખરો કર્યો છે અને અમારી સાથે મયંકભાઈ અને કરસનભાઇ હતાંજ. વળી