સોહમ કોફી પીતો પીતો નેનતારાનેજ જોઇ રહેલો. હોઠેથી કોફી અને નજરોથી નૈનતારાને પીતો હતો. નૈનતારાની નજર લેપટોપ પર પડી એણે સ્ક્રીનપર જોયેલી ડીટેઇલ્સ ડેટા વગેરે વાંચ્યા અને ખુશીથી ઉછળી પડી... આવેશમાંજ એ સોહમને વળગીને એનાં ગાલ પર ચૂમી ભરીને કહ્યું “વાહ સર.. મારી જે નોટ્સ હતી એમાંથી તમે શું રીપોર્ટ બનાવી દીધો છે સર મને લાગે છે વાધવા સર પણ આશ્ચર્ય અને આનંદથી ચોંકી જશે. 6 મહિનાની જગ્યાએ તમે તો 6 દિવસમાં કામ પાર પાડી દીધું વાહ... “ સોહમ તો નૈનતારાનાં આવાં પ્રેમાળ રીએક્શનથી એકદમ હોબતાઇ ગયો એને ગાલ પર મળેલ ચુંબનથી આનંદ થયેલો એણે સ્વસ્થ થતાં કહ્યું “અરે આ