ધ સ્કોર્પિયન - પ્રકરણ-92

(59)
  • 3.5k
  • 3
  • 2.3k

સિધ્ધાર્થ પાસેથી દીકરી આકાંક્ષા માટે સી.એમ.નાં દીકરા આર્યન અંગેની... આકાંક્ષા માટે માંગુ નાંખ્યાની વાત એમને ખૂબ આનંદ આપી ગઇ.. એમણે વિચાર્યું દેવ-દેવમાલિકા બધાં મઠ જવા નીકળે પહેલાંજ આ ખુશખબર બધાને આપી દેવી જોઇએ. રાયબહાદુર સિધ્ધાર્થને આરામગૃહમાં રોકાવાનું કહીને સીધા ચંદ્રમૌલીજીનાં ઉતારે પહોંચ્યા. ત્યાં રુદ્રરસેલ, સૂરમાલિકાજી એમની પત્નિ અવંતિકા રોય, દેવ, દેવમાલિકા, આકાંક્ષા, નાનાજી તથા ઉષામાલિકા હાંફળે પણ આનંદમાં આવી રહેલાં રાયબહાદુરજી જોઇને આશ્ચર્ય પામ્યાં. અવંતિકા રોય અને દેવ સાથે બોલી ઉઠ્યાં "પાપા-પાપા શું વાત છે ? આમ આટલા ઉત્તેજીત કેમ છો ?” રાયબહાદુરે પહેલાં આંકાક્ષાને ગળે વળગાવીને બોલ્યાં" સમાચારજ એટલાં આનંદનાં છે કે મારી ધીરજ ના રહી પછી નાનાજીને નમસ્કાર