વિરાટ અનુજાની સામે તાકી રહ્યો. એના પિતા વજ્ર અને નિર્ભય સેનાનાયક જગપતિ પણ એની પાસે ઊભા હતા. મા પાગલ થઈ ગઈ છે. લડાઈ અને અંતિમ સંસ્કારે એને પાગલ બનાવી દીધી છે. "અશક્ય, મા." એણે કહ્યું પણ એના શબ્દો માંડ માંડ બહાર આવ્યા, "તું જે કહે છે એ શક્ય નથી." વિરાટે હતાશ થઈને આકાશ તરફ જોયુ. એની ઉપર આકાશ પણ ગોળ ફરતું હોય એમ લાગ્યું. આકાશનો વાદળી રંગ અંતિમ સંસ્કારના ધુમાડાની કાળાશમાં બદલી રહ્યો હતો. ક્ષિતિજમાં સવારની લાલાશ હજુ દેખાતી હતી અને વિરાટના હૃદયમાંથી પણ એવું