અંધારી રાતના ઓછાયા (ભાગ -૮)

(15)
  • 3.6k
  • 2.2k

ગતાંકથી...... બીજા માણસ તરફ નજર નાખતા જ તે ચમકી ઉઠ્યો .એ માણસને જ કાલે સાંજે થિયેટર પાસે સોનાક્ષી સાથે વાતો કરતો જોયો હતો અને ખબરીએ પણ એના વિષય માં શંકા કરી હતી. તે આ મકાનમાં શા માટે આવ્યો હશે? તેની સાથે રહેલો દુબળો પાતળો માણસ કોણ હશે? દિવાકર ખરપડી વડે જમીન સાફ કરતો ઉંડા વિચારમાં પડ્યો. આવી રીતે તે ક્યાંય સુધી બેસી રહ્યો તેની તેને ખબર પણ ન રહી. અચાનક ચાંઉ ચાંઉ નો અવાજ તેના કાન પર પડ્યો : "સાહેબ તમને બોલાવે છે ." "અત્યારે ને અત્યારે જ !" "હા, હમણાં જ." દિવાકર તરત જ વિશ્વનાથ બાપુ ના રૂમ તરફ