20 પરમ પિયુષ સાથે જવા માટે નીકળ્યો. જેટલો સમય પરમેં ઉંજાં પાછળ ખરાબ કર્યો એટલા સમયમાં પિયુષ પોતાના દમ પર ઉભા રહેતા શીખો ગયો હતો. જે બેંકમાં તે જોબ કરતો હતો તે બેંક માંથી પ્રમોશન મળતા તેને ત્રણ મહિના પહેલા અહીં મુંબઈમાં મેનેજર ની પોસ્ટ મળી ગઈ. આજે તે સારા પગાર ની નોકરી પણ છે અને બાકી બધી રીતે ખુશ પણ છે. પિયુષ ને મળ્યા પછી મન ની થોડી પીડા ઓછી થઇ હોય એવું લાગ્યું. છેલ્લે તો દોસ્ત જ હોય છે જે મન ની તકલીફ ને સમજી શકે! બાકી તો બધા આવે છે અને પછી જતા રહે. પરમ ને સમજાવતા