19 ઉંજાં સાથે વિતાવેલા દિવસો યાદ આવતા જઈ રહ્યા હતા. પોતે કરેલી ભૂલ તેને હંમેશા માટે ઉંજાં થી અલગ કરી દેશે તેને ક્યારેય વિચાર્યું ન હતું. તે દરવાજા પાસે જ ઉભા રહેતા ઉંજાં ના બહાર આવવાનો ઇંતજાર કરતો રહ્યો. પણ એમ જ ઉંજાં હવે કેમ આવે! ક્યાં સુધી એમ જ રાહ જોયા પછી તે ત્યાંથી ધીમે પગલે ચાલવા લાગ્યો. ઉંજાં ની ઓળખાણ સિવાય તેની પાસે બીજું કઈ ના હતું. એમાં પણ તેની હાલત જોતા તો કોઈ તેની સામે પણ જોવે તેમ ન હતું. પૂરણ ભાઈ તેને કપડાં બદલવાનો મોકો પણ નહોતો આપ્યો. તે રસ્તામાં એમ જ ચાલતા પોતાની જાત ને