06 પરમ ની વાતો ઉંજાં ના દિમાગ માં ધીમે ધીમે બેસી રહી હતી. પરમ કોઈ ખામી છોડવા નહોતો માંગતો ઉંજાં ના વખાણ કરવામાં કે પછી તેમને ઉત્સાહિત કરવામાં. થોડી સાચી તો થોડી ખોટી એવી કેટલી બધી વાતો તે કરી ગયો. પણ ઉંજાં કોઈ નાની બાળકી તો નહોતી કે પરમ ની બધી વાતો માની જાય. તે આમ કોઈ પર ક્યારેય વિશ્વાસ ન કરતી એટલે તો હજુ તે પડદા ની બહાર નીકળી નહોતી. પરમે તે પણ કોશિશ કરી જોઈ કે ઉંજાં તેની સામે આવે પણ એવું ન બન્યું. તેમની વાત પૂરી થતા ઉંજાં એ તેને જવા માટે કહી દીધું. હવે તે અહીં