વેલકમ V S આવકાર

  • 2.7k
  • 992

"વેલકમ V/S આવકાર ""ગુડ મોર્નિંગ હિમાંશુ! " હિમાંશુનાં ટેબલ પાસે ઉભા રહી કાર્તિકે કહ્યું."ગુડમોર્નિંગ " સાવ ફિક્કું હસતાં હિમાંશુ બોલ્યો."કેમ આજે ખાંડ વિનાની મોળી ચા પીને આવ્યો છે કે શું? " મજાક કરતા કાર્તિક બોલ્યો. હિમાંશુ ચૂપચાપ બેઠો હતો. "એક કામ કરી ચાલ ચા પીવા જઈએ. " હિમાંશુ મૂકસમંતિ આપતાં ઉભો થયો. "બે અડધી કડક મસાલેદાર ચા આપજોને." બન્ને બાંકડા પર ગોઠવાયા. હિમાંશુ હજુ અંદરથી ધુંધવાયેલો હોય તેવું લાગતું હતું. ચા પીતા પીતા કાર્તિક હિમાંશુનું નિરીક્ષણ કરી રહ્યો હતો. પાંચ ફૂટ ત્રણ ઈંચની હાઈટ, હવા સાથે લહેરતા સોનેરી વાળ, ગ્રે ટીશર્ટ અને કથ્થઇ રંગના પેન્ટ પહેરેલ હિમાંશુ આજે વધારે જ