હજુ સમય છે

  • 3.2k
  • 1.2k

“ હા સર ,હું આવતીકાલ વહેલી સવારે જ ત્યાં રીપોર્ટીંગ માટે પહોંચી જઈશ.” “ ચોક્કસ સર.” “ ગૂડ નાઈટ .” કહેતા તેણે ફોન કટ કર્યો.“કોરોના શરુ થયો ત્યારે એમ થયું હતું કે ,’હાશ નવો વિષય મળ્યો.બાકી તો રોજ ખૂન ,ચોરી-લુંટફાટ ... એકનાં એક જ સમાચાર.’ “ફલેટનો મુખ્ય દરવાજો ખોલતાં બબડ્યો. “ ને હવે રોજ કોરોના ...કોરોના ...” કહેતા ઊંડો શ્વાસ છોડ્યો. સોલ્ડરબેગ સોફા પર મૂકી ફ્રિજમાંથી બોટલ કાઢી પાણી પીધું. ડિનર કરવાની ઈચ્છા ના હોવાથી સીધો બેડરૂમમાં પ્રવેશ્યો. બારી સ્લાઇડ કરતા ઠંડા પવનની લહેરખી તેના શરીર સાથે ટકરાઈ. નાઈટ લેમ્પ શરુ કરી બેડ પર લંબાયો. દિવસભરના ખૂબ જ કામકાજને કારણે