વસુધા - વસુમાં - પ્રકરણ-101

(37)
  • 3.2k
  • 2
  • 1.7k

કાળીયો બેભાન થઇ ગયલો એનાં શરીરમાંથી લોહી નીકળી રહેલું.. પકલો રમણો પણ ઘાયલ હતાં. પોલીસ પટેલે કહ્યું “આ ત્રણેને ઉપાડો ને રોડ પર લઇ આવો..”. પછી એમ્બ્યુલન્સ બોલાવી દવાખાનામાં દાખલ કરો પછી કેસની વિગતો તૈયાર કરીશું.” કરસને મગનાને બાજુમાં લઇ જઇને બધુ ભણાવી દીધું અને સાથે મોઢું નહીં ખોલવા ધમકી પણ આપી દીધી. મગનો હાથ જોડી બધુ માની રહેલો. પોલીસ પટેલે કરસનને કહ્યું “હજી હમણાં અજવાળુ થયું છે તું આ લોકોને લઇને ગામમાં પાછો જા ફરીથી લોકો ઉઠી વહેલાં ઘરે પહોચાડી દે.” કસસને કહ્યું “ભલે” મગનાને પોલીસ પટેલે પોતાની સાથે રાખ્યો. વસુધા-રાજલ મયંક કરસન બધાં જીપમાં બેસીને પાછા ઘરે જવા