ગતાંકથી...... વિશ્વનાથ દત્ત હંમેશા મોટા લોકોની માફક ટેબલ ખુરશી પર બેસી દીકરી સાથે ડિનર કરતા હતા. ચીના ના કહેવાથી તેઓ ખૂબ જ કષ્ટ સાથે ઉભા થઈ જમવા માટે ડાઇનિંગ ટેબલ પર આવ્યા ને દિવાકર ચીનના ના સુચવેલા ઓરડા તરફ ગયો. દિવાકર જમીને પછી રૂમમાં ગયો . તેણે બધી જ વસ્તુઓની બરાબર ચકાસણી કરી પછી થોડીવાર આરામ ખુરશી પર બેસી જઈ તાજેતરમાં થયેલી ઘટનાઓ અંગે વિચારણા કરી. દિવાકરે ઘડિયાળ તરફ જોયું. રાતના બાર થવા આવ્યા હતા છતાં તેમની આંખમાં નિંદરા દેવીની પધરામણી થતી નહોતી. તે પોતાના રૂમમાં આમતેમ આંટા મારતા મારતા અને બનેલી ઘટનાઓનો વિચાર કરવા લાગ્યો તેમના મનમાં અનેક પ્રશ્નો