કલ્મષ - 10

(35)
  • 3.2k
  • 1
  • 2k

પ્રોફેસર શ્રીવાસ્તવની તબિયત સુધારા પર હતી પણ એનો અર્થ એવો નહોતો કે તેમને હોસ્પિટલમાંથી રજા મળી જાય. છેલ્લાં ત્રણ દિવસમાં વારંવાર પ્રેશરમાં ફ્લક્ચ્યુએશન જોવા મળ્યું હોવાથી ડોકટરની સલાહ હતી કે પ્રોફેસર શ્રીવાસ્તવે હોસ્પિટલમાં વધુ રહી તમામ ચેકઅપ કરાવવા રહ્યા.ચેકઅપ થતાં રહેતા હતા પણ પરિણામ કોઈ આવી રહ્યું નહોતું.આ દિવસો દરમિયાન હોસ્પિટલમાં રહેલા શ્રીવાસ્તવ સાથે વિવાન પડછાયાની જેમ રહ્યો હતો. પ્રોફેસર માટે રાતદિવસ મેલ નર્સ સાથે હોવા છતાં વિવાન સગા દીકરાની જેમ ખડેપગે ઉભો રહ્યો હતો.સાથે ઇરા પણ હતી. ત્રણેની મંડળી હોસ્પિટલમાં જામતી ત્યારે ભુલાઈ જતું કે પ્રોફેસર બીમાર છે, એટલે હોસ્પિટલમાં છે.રાત્રે વિવાન પ્રોફેસર સાથે રહેતો અને સવારે તૈયાર થવા