ધ સ્કોર્પિયન - પ્રકરણ-91

(47)
  • 3.9k
  • 1
  • 2.3k

માહીજા ભાનમાં આવીને તરત બોલી "રોહીણી પેલો નીચ ગણપત...”. રોહીણીએ રાવલા સામે જોયું... રાવલાએ ઇશારો કરતાં રોહીણીને કહ્યું “ભાભીને આપણી સાથે કબીલા પર લઇ લે ત્યાં એમને આરામ મળાશે પછી બધી વાત જાણીશું.” રોહીણીને વાત સમજાઇ ગઇ એણે કહ્યું “હાં તારી વાત સાચી છે”. એ રાવલાનો ઇશારો સમજી ગઇ કે સેવકોની સામે કોઇ વાત રાવલાને નથી કરવી. બધાં માહીજાને લઇને કબીલા પર આવ્યાં. રોહીણીએ માહીજાને એં કૂબામાં આરામ કરવા કહ્યું અને બોલી “તમે અહીં આરામ કરો હું શરબત મોકલુ છું પછી શાંતિથી બધી વાત કરીએ.” રોહીણીએ બધો પ્રસાદ બહારની પાટ પર મૂક્યો અને કહ્યું “બધાને પ્રસાદી મળે એમ વ્યવસ્થા કરો.”