સપ્તેશ્વર મહાદેવ મંદિરની મુલાકાતે તા.૧૨/૦૩/૨૦૨૩ : ઘણા સમયથી કોઇ ધાર્મિક સ્થળે જવાની ઇચ્છા હતી. અચાનક જ સપ્તેશ્વર મહાદેવ મંદિર જવાનું નકકી થઇ ગયું. આમ પણ હવે થોડી-થોડી ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે એટલે ત્યાં નદીમાં નહાવા જવાની પણ અલગ એક મજા છે. આથી જ ઘરના બધા સભ્યોએ સાથે મળીને સપ્તેશ્વર મહાદેવ મંદિર જવાનું પ્લાન કર્યુ. સપ્તેશ્વર મહાદેવ મંદિર વિશે વાત કરીએ તો, સપ્તેશ્વર મહાદેવ મંદિર સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૩ (તેર) તાલુકાઓ પૈકીના એક એવા ઇડર તાલુકાનાં અરસોડીયા ગામની નજીક એકાદ બે કિ.મી. જેટલા અંતરે આવેલું છે. ઇડરથી ૩૩ કી.મી. અને હિંમતનગરથી ૩૦ કી.મી અંતરે આવેલું છે. ઇડરથી દાવડ થઇને આરસોડીયા અને