સાઈટ વિઝિટ - 29

(12)
  • 1.5k
  • 1
  • 844

29. થોડો વખત 130ની સ્પીડ સેટ કરી ક્રૂઝ મોડમાં કાર મૂકી ગરિમાને સ્ટીયરીંગ સોંપી દીધું. મેં બાજુમાં બેસી ડફલી વગાડી ગાયું "નિકલ પડે હૈ ખુલ્લી સડક પર આપના સીના તાને.." ગરિમાએ સુર પુરાવ્યો- "અપના સીના તાને." મેં ડફલી પર તાલ દેતાં ગાયું, "મંઝિલ કહાં કહાં રૂકની થી.." મીઠડા અવાજે સુર પુરાવાયો- "ઉપરવાલા જાને.." મને થયું, આ પાંચ દિવસ જે જે થયું એ યાદ રહી જાય એવું છે. મેં ગરિમાને આ કહ્યું. તે કહે સાચી વાત. તેણે પણ તેને યાદ આવતું ગીત લલકાર્યું, "સાઈટ વિઝીટ કા સફર, હૈ યે કૈસા સફર, કોઈ સમજા નહીં, કોઈ જાના નહીં." હું વિચારતો રહ્યો. સાચું.