28. સાંજ ઢળતાં તેમની વૈભવી એસી કારમાં હું, તેમના જમાઈ, દીકરો અને તેઓ નીકળ્યા. તેમણે એ જગ્યાએ સાઇટ પર કોઈ હોટેલ બનાવવાની હતી. થોડે દૂર અન્ય જગ્યાએ દરિયાને કિનારે એક ખાંચ હતી તેમાંથી સતત પવન ફૂંકાઇને આવતો હતો ત્યાં વૈકલ્પિક ઊર્જા તરીકે વિકસાવવા પવનચક્કીઓ ઇન્સ્ટોલ કરવાની હતી. તેનો કોન્ટેક્ટ આ લોકોએ મેળવેલો. તે માટે સમથળ જમીન બનાવવી, તેનો બેઇઝ મજબૂત રીતે જમીનમાં કરવો, આસપાસ peripheral માં શું કરવું વગેરે મારે ડિઝાઇન કરી આપવાનું હતું. ચારે બાજુ ફરી અમુક માપ લઈ રિસોર્ટની ડિઝાઇન માટે મેં પોઇન્ટસ નોટ કરી લીધાં. ગરિમાને શીખવા મળે અને એક થી બે ભલા એટલે ધ્યાનથી જોઈ જવા