સાઈટ વિઝિટ - 27

(14)
  • 1.7k
  • 1
  • 916

27. ફરીથી સવાર પડી. અજવાળું થતાં વેંત અમે અને પાછળ પોલીસો નીકળી પડયા. સવાર આજે ખુશનુમા હતી. આઠ વાગવા આવ્યા હતા. હજી પવન ઠંડો વાતો હતો. રસ્તો પર્વતોની વચ્ચેથી જતો હતો પણ થોડે દૂર રસ્તાને સમાંતર દરિયો હોઈ તેના પરથી ઠંડી લહેરો આવતી હતી. મિરબાત ક્રોસ કરી અમે ઠુમરાયત અને ઉબાર શહેરો વટાવી લીધાં. અમારે જવાનું હતું તે પોલીસ સ્ટેશન હૈમાં શહેરની ભાગોળે હતું. ત્યાંથી પૂર્વ તરફ જાઓ તો દુક્મ અને ઉત્તર તરફ સીધા જાઓ તો પેલાં આદમ શહેર થઈ નીઝવા શહેરનો એક્સપ્રેસ હાઇવે આવે જ્યાંથી મસ્કતનો રસ્તો પકડાય. હજી કેટલુંક કામ બાકી હતું તે કાર ચલાવતાં મારા મગજમાં ઘૂમવા