વસુધા - વસુમાં - પ્રકરણ-99

(35)
  • 2.9k
  • 3
  • 1.8k

આછા અજવાળામાં વાન વાસદનાં આરે ઉભી હતી ત્યાંથી કોતરમાં જવાતુ અને નદી તરફ પણ જવાતું. વાનનો દરવાજો બંધ હતો. બહારથી વાનનો દરવાજો ખખડાવ્યો અને હવાલદારે દરવાજો ખોલીને પોલીસ પટેલને કહ્યું “ગામનાં માણસો છે 4-5 જણાં આવ્યાં છે”. પોલીસ પટેલે કહ્યું “હું આવું છું બહાર..” પોલીસ પટેલ બહાર આવીને બોલ્યાં “કરસન તમે લોકો આવી ગયાં ?” પછી વસુધાની સામે જોઇને કહ્યું “દીકરી તું આવી અવસ્થામાં આવાં સમયે અહીં આવી ? આ લોકોને આકરી સજા કરાવીશ ચિંતા ના કર પણ તારી ઇચ્છા પુરી કરાવીશ.” “આ મગનો બધુંજ બકી ગયો છે કબૂલી લીધું છે આપણે અત્યારે આછા અજવાળેજ મગનો લઇ જાય ત્યાં જવાનું